ભરૂચ: પાંજરાપોળ ખાતે વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી, માતુપિતૃ દિવસ તરીકે ઉજવણી કરાય

વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધનરૂપે માતા-પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પાંજરાપોળ ખાતે આયોજન

  • વેલેન્ટાઈન ડેની ઉજવણી

  • માતુપિતૃ દિવસ તરીકે કરાય ઉજવણી

  • માતા પિતાનું પૂજન કરાયુ

ભરૂચ પાંજરાપોળ ખાતે આજે વેલેન્ટાઈન ડેની માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે  ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે ૧૪ ફેબ્રુઆરીના રોજ ‘માતૃ- પિતૃ પૂજન દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધનરૂપે માતા-પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા-પિતાનું પૂજન, આરતી કરી અને આશીર્વાદ લીધા. ભારતીય મૂલ્યો, સંસ્કાર અને માતા-પિતા પ્રત્યેના આદરભાવને વધુ મજબૂત બનાવવાનો હેતુ આ ઉજવણીનો મુખ્ય સંદેશ રહ્યો.ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલી આ ઉજવણી દ્વારા યુવા પેઢીને માતા-પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories