ભરૂચ ઝઘડીયા-બામલ્લાની રાજશ્રી વિદ્યામંદિર ખાતે મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા...

મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના આચાર્ય આશિષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું

New Update

ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે આયોજન કરાયું

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજશ્રી શાળામાં કાર્યક્રમ

ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે આયોજન

વક્તવ્યજનજાગૃતિ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

શાળાના આચાર્યશિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ સ્થિત રાજશ્રી વિદ્યામંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે આવેલ રાજશ્રી વિદ્યામંદિર શાળામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના આચાર્ય આશિષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ સાથે જ શાળામાં ફરજ બજાવતા સંગીત શિક્ષક ભાવેશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના તેમજ ગાંધીજીનું પ્રીય ભજન "વૈષ્ણવજન તો તેને રે કહીએ..." પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખર ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી હતી. ત્યારબાદ શાળા ખાતેથી સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાય હતી.

જેમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને સફાઇનું ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતુંતે સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા વચનો આપ્યા હતા. આ પ્રસંગે રાજશ્રી વિદ્યામંદિર શાળાના આચાર્યશિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.

#જન્મજયંતિ #Gandhi Jayanti #Celebration of Gandhi Jayanti #Happy Gandhi Jayanti #Rajshri Vidyamandir
Here are a few more articles:
Read the Next Article