ભરૂચ: મંગલેશ્વર ગામે ગેરકાયદેસર માટી ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોની માંગ

ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • મંગલેશ્વરના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

  • ભુ માફિયાઓ પર કડક કાર્યવાહીની માંગ

  • ખાણખનીજ વિભાગ દ્વારા પગલા ન ભરાયા હોવાના આક્ષેપ

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું. ગ્રામજનો દ્ધારા તારીખ ૨૬/૦૩/૨૦૨૫ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકવામાં આવેલું હતું, તેની જાણ ખાનખનીજ વિભાગ, મામલતદાર  તથા પ્રાંતઅધિકારીને કરવામાં આવી હતી.
તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ ખાનખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજદિન સુધી આનો જવા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના અંધાર કાછલા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.5.53 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગુલા ફળીયા ગામનો શશીકાંત હરીસીંગ વસાવા કાર નંબર- GJ-16-DP-7157 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શીયાલી ચોકડી

New Update
guj
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગુલા ફળીયા ગામનો શશીકાંત હરીસીંગ વસાવા કાર નંબર- GJ-16-DP-7157 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શીયાલી ચોકડી થઇ માલપોર થઇ અંધાર કાછલા તરફ જનાર છે જે બાતમીના આધારે અંધાર કાછલા ગામ પહેલા આવતા ઢોળાવ પર રોડ પર બાતમી વાળી કાર આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા  વિદેશી દારૂની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૮૪ કી.રૂ. ૫૩,૭૬૦/- તથા વેગેનાર ફોર વ્હીલ ગાડી નંબર- GJ-16-DP-7157 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૫૩,૭૬૦/- નો મુદ્દામાલ સાથે આરોપી શશીકાંત હરીસીંગ વસાવા રહે, ગુલા ફળીયા ગામ તા- ઝઘડીયા જી-ભરૂચની  ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.