“હાલાકી” : નવો પુલ બનાવવાની કામગીરી ટલ્લે ચડતા શાપુરના ગ્રામજનોમાં રોષ, ગત ચોમાસામાં ધોવાયો હતો માર્ગ..!

શાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો. જોકે, 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો

New Update
  • શાપુર ગામમાંથી પસાર થતો પુલ બન્યો અત્યંત બિસ્માર

  • ગત ચોમાસા દરમ્યાન પુલ ધોવાઈ જતાં લોકોને હાલાકી

  • 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખની ફાળવણી

  • નવો પુલ બનાવવા માટેની કામગીરી હાલ લાગી છે બ્રેક

  • વિદ્યાર્થીઓખેડૂતો સહિત આસપાસના ગ્રામજનોમાં રોષ

જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો. જોકે15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો છે.

ગત ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી વાડી વિસ્તારમાં જતાં પુલનું ધોવાણ થઈ ગયું હતુંઅને આ પુલને બનાવવા માટે તાત્કાલિક 15માં નાણા પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આ કામ ટલ્લે ચડ્યું છેઅને આ પુલ પરથી પસાર થતાં ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પુલ માટે રૂ. 35 લાખની ગ્રાન્ટ આપવા છતાં એજન્સીની બેદરકારીના કારણે આજદિન સુધી આ કામ પૂર્ણ થયું નથીજ્યારે ખેડૂતોને વાડીએ જોવા માટે અવરજવર કરવા માટે એક જ રસ્તો છે. પરંતુ આ પુલ તૂટી જતા હાલ ખેડૂતોને ડાયવર્ઝનમાંથી પસાર થઈને જવું પડે છે.

તો બીજી તરફઆ મુદ્દો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં પણ ઉઠાવવામાં આવ્યો હતોજ્યાં બજેટ ફાળવાયું છે ત્યાં કામ સમયસર થવું જોઈએકાર્યક્ષમ અને જવાબદાર એજન્સીઓને તક આપવામાં આવવી જોઈએ. આમ ન થાય તો લોકોને લાભ નહીં મળેઅને સરકારની યોજના નિષ્ફળ જતી હોય છે. સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી છેતેમ છતાં કામગીરીમાં નિયમિતતા જોવા મળતી નથી. જેથી આગામી ચોમાસુ નજીક છેત્યારે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે.

 તેવામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જશેઅને એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો પણ બંધ થઈ જશે. જેના કારણે વિદ્યાર્થીઓખેડૂતો અને રોજિંદા કામ માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશેત્યારે આ કામ વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.