New Update
/connect-gujarat/media/media_files/2025/12/20/accuded-arrest-2025-12-20-12-42-48.jpg)
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તા.16 ઓક્ટોબરના રોજ NH 48 પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રક નંબર NL-01-L-7828માંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો રૂ. 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર નંગ બોટલ કબજે કરી હતી.
આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હરિયાણાના રહેવાસી રાકેશ શબ્બીરસિંગ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વિદેશી દારૂનો મોટો જથ્થો કરછના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
Latest Stories