New Update
/connect-gujarat/media/media_files/2025/10/13/screenshot_2025-10-13-07-22-10-98_92460851df6f172a4592fca41cc2d2e6-2025-10-13-09-29-04.jpg)
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થતા હવે અંકલેશ્વર પંથકમાં શિયાળાનું ઘીમા પગલે જાણે આગમન થઈ રહ્યું છે. આજે સવારના સમયે અંકલેશ્વરે જાણે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું જેના કારણે વિઝીબલિટીમાં ઘટાડો નોંધાયો હતો. વિઝીબલિટી ઘટતા વાહનચાલકોને ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વાતાવરણ ખુશનુમાં થઈ ગયું હતું. સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ચોમાસાની વિદાય સાથે જ અંકલેશ્વરમાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં વધુ ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

Latest Stories