ભરૂચ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવનો પ્રારંભ, 8 ઓગષ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

brcccccc
New Update

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવનો પ્રારંભ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  ભરૂચ જિલ્લામાં આજથી ૦૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન 'નારી વંદન ઉત્સવ"ની ઉજવણી થઈ રહી છે. કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪ ની સાપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસની ‘મહિલા સુરક્ષા દિવસ’ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોર્મસ કોલેજ તવરા, ભરૂચ ખાતે મહિલા સુરક્ષા દિન તરીકે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંર્તગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી  પ્રિતેશ વસાવાએ મહિલાઓના કાયદા તેમજ મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જ્યારે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે ઉપસ્થિત કાયદાશાસ્ત્રી  જ્યોતિકાબેને યુવતીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ અને કોલેજના પ્રોફેસર અને મોટી સંખ્યામાં યુવતીઓ સહભાગી બની હતી. 
#Bharuch #Gujarat #Women and Child Development Department
Here are a few more articles:
Read the Next Article