New Update
/connect-gujarat/media/media_files/2026/02/04/fbff-2026-02-04-21-16-22.jpg)
અંકલેશ્વરના ભરૂચીનાકા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે મોપેડ પર વિદેશીદારૂનો જથ્થો લઇને જતા એક ઈસમની ધરપકડ કરી રૂ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબીની ટિમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ભરૂચીનાકા પાસે મોપેડ પર વિદેશીદારૂ દારૂનો જથ્થો લઇને જતા સજોદ ગામના શિવમ વસાવાને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી રૂ 40 હજારનો વિદેશીદારૂનો જથ્થો અને 30 હજારની મોપેડ મળી રૂ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની પૂછપરછ કરતા તે માટીએડ ગામના અક્ષય વસાવા સાથે હજાત ગામે વિદેશીદારૂનો જથ્થો લેવા ગયા હતા અને ત્યાં દશરથ વસાવા એ આપ્યો હતો અને અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતો જયેશ નામનો ઈસમ અને ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન વસાવાને આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે અક્ષય વસાવા,દશરથ વસાવા ,લક્ષ્મીબેન વસાવા અને જયેશને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories