New Update
/connect-gujarat/media/media_files/2025/11/24/prajapita-iswariya-vishwvidhyalay-2025-11-24-15-07-38.jpg)
ભરૂચના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ બ્રહ્માકુમારી મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીએ લીલીઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસના વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત ઝાડેશ્વર અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ થયો હતો.
વર્તમાન તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયમ શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશ્રય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી.આ યાત્રા ઝાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી ઝાડેશ્વર ચોકડી નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી.
Latest Stories