ભાવનગર: ડિગ્રી વગર દવાખાનું ચલવતા બે બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ

ભાવનગર પોલીસની કાર્યવાહી, ડિગ્રી વગર ચલવતા હતા દવાખાનું, બે બોગસ તબીબો ઝડપાયા.

New Update
ભાવનગર: ડિગ્રી વગર દવાખાનું ચલવતા બે બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ

ભાવનગર શહેરના ચિત્રા, સીદસર રોડ પર આવેલ મફતનગર વિસ્તારમાં તેમજ કમળેજ ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરને એસ.ઓ.જી.એ. ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

વિઓભાવનગર શહેરના ચિત્રા, સીદસર રોડ પર આવેલ મફતનગર વિસ્તારમાં તેમજ કમળેજ ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરને એસ.ઓ.જી.એ. ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ભાવનગર પોલીસના કર્મીઓ શહેરના ચિત્રા-સિદસર રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફિલ્ટરની ટાંકી સામેના ભાગે આવેલ ક્લિનિકમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા દિનેશ ભોજાણી રહે. વાળુકડ તા. ઘોઘા પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથી દવાઓ આપતા હોય દવાખાનામાં રાખેલ મેડિકલ સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન તથા સાધનો મળી કુલ રૂ.11,711 ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

એસઓજી શાખાનો સ્ટાફ શહેરના ચિત્રા-સિદસર રોડ પર પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ફિલ્ટરની ટાંકી સામેના ભાગે આવેલ ક્લિનિકમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા દિનેશભાઈ પુનાભાઈ ભોજાણી રહે. વાળુકડ તા. ઘોઘા પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથી દવાઓ આપતા હોય દવાખાનામાં રાખેલ મેડિકલ સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન તથા સાધનો મળી કુલ રૂ.11,711 ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.


Latest Stories