ભાવનગર : સિહોરના આંબલા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત, પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.બાળકો ગુમાવનાર બન્ને પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો

New Update
bhv1

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.

 મળતી માહિતી અનુસારભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અંબલા ગામે રહેતા મુકેશભાઈ વાઘેલા અને દિનેશભાઇ વાઘેલાના બાળકો શાળાએથી ઘરે પરત આવતા સમયે ગામ તળાવમાં નાહવા પડ્યા હતા. જેમાં 5 વર્ષીય રોહિત મુકેશભાઈ વાઘેલા અને 6 વર્ષીય દિવ્ય દિનેશભાઈ વાઘેલા તળાવમાં ડૂબ્યા હતાજ્યારે સ્થાનિકોને જાણ થતાં બન્ને બાળકોને તળાવમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ફરજ પર હાજર તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કરતા સિહોર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સાથે જ બાળકો ગુમાવનાર બન્ને પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

Latest Stories