ભાવનગર: મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા કર્યા હતા.

New Update
ભાવનગર: મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ભાવનગરની મેડિકલ કોલેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર શહેરના જેલ રોડ નજીક આવેલ મેડીકલ કોલેજમાં એક ડોક્ટરે યુ.જી.ના વિદ્યાર્થી ઉપર અડપલા કરતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બનાવથી કોલેજના ડીન તેમજ વિદ્યાર્થીઓએ પોલીસમાં અરજી ઉપરાંત ફરિયાદ કરવા વિદ્યાર્થીઓનું ટોળૂં નિલમબાગ પોલીસ મથકમાં ધસી આવ્યું હતું.

Advertisment W3.CSS

મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા કર્યા હતા.આ બનાવમાં પોલીસે ડોક્ટરહરીશ વૈગી ઉપર સુલેહ શાંતી ભંગ કરવાની હળવી કલમ લગાડી કલમ 151 મુજબ અટકાયતી પગલાં લેવાયા હતા જો કે, ત્યાર બાદ તેને જામીન ઉપર મુક્ત કરી દેવાયો હતો. ડોક્ટર હરીશ વૈગીને છોડી દેવાતા વિદ્યાર્થીઓએ કોલેજના ડિન સમક્ષ ડોક્ટર વિરુદ્ધ એન્ટી રેંગીગની પણ ફરિયાદ કરવાની માંગ કરતા એન્ટી રેંગીગ કમિટીને પણ કોલેજના ડિને તપાસના આદેશ આપ્યા હતા ત્યારે આ મામલે હવે પોલીસે હરિશ વૈગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.એ ડિવિઝન પોલીસે આઈ.પી.સી.ની કલામ 377 અને 506 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.