ભાવનગરના એક સોની કારીગરે વર્લ્ડકપની ચાંદીની નાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે.જેને તે ભારતના બેસ્ટ ક્રિકેટ પ્લેયર પૈકીના એક એવા વિરાટ કોહલીને અર્પણ કરવાની આશા ધરાવે છે.
હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ રસિકો ગેલમાં છે ત્યારે આ વર્ષે વર્લ્ડકપની જીતમાં ભારત પણ પ્રબળ દાવેદાર હોય ત્યારે જે વર્લ્ડકપની ટ્રોફી જીતવા માટેની જંગ વિવિધ દેશો વચ્ચે ચાલી રહયો છે ત્યારે ભાવનગરના એક સોની કારીગરે 11 ગ્રામ વજનની,3 સેમી ઊંચી નમૂનેદાર વર્લ્ડકપની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે.વર્લ્ડકપમાં વિરાટ કોહલીનુ શાનદાર ફોર્મ અને સાથે લાંબા સમયથી એથ્લેટીક્સમાં ક્રિકેટના સમાવેશની માંગ પરિપૂર્ણ થતા આ બેવડી ખુશીને લઈને ભાવનગરના જીતુભાઇ સોનીએ નિર્માણ કરેલી આ ટ્રોફી તે વિરાટ કોહલીને અર્પણ કરવા માંગે છે.આ ટ્રોફીને આકર્ષિત બનાવવા અને ઓરિનજલ જેવી જ દેખાય એ માટે તેના આર્ટ,મીણા વર્ક અને ગોલ્ડ પ્લેટિંગનું વર્ક કરવામાં આવ્યું છે જ્યારે આ અંગે મીડિયા,સોશિયલ મીડિયા મારફતે તેઓ વિરાટ સુધી પહોંચી તે આ ટ્રોફી વિરાટને અર્પણ કરવા માંગે છે