Connect Gujarat
ગુજરાત

ભાવનગર : AAP પાર્ટીએ રજૂ કર્યું તમામ લોકોને આવરી લેતું "ગેરેંટી કાર્ડ", જુઓ કયા મુદ્દાઓનો કરાયો સમાવેશ..!

રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે

X

રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ ગુજરાતના લોકો માટે શું શું કરશે, તે અંગે ભાવનગર AAP પાર્ટી દ્વારા ગેરેંટી સાથેનું ગેરેંટી કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું.

ભાવનગર આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ મહિપાલસિંહ ઝાલા દ્વારા AAP પાર્ટીના ગેરેંટી કાર્ડ અંગે માહિતી આપવામાં આવી હતી. ચૂંટણીઓ આવી, અનેક વાયદાઓ લાવી આવું તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાયદો ખરા પણ ગેરેંટી સાથેના ગેરેંટી કાર્ડ આપ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહિપાલસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અરવિંદ કેજરીવાલે જે ગેરેંટી ગુજરાતના લોકો માટે જાહેર કરી છે તેનું ચોક્કસ અમલ કરવામાં આવશે. જેમાં બેરોજગારોને રોજગારી, સરકારી નોકરીઓમાં 10 લાખ નવી ભરતી, પેપર લીક મુદ્દે કાયદો, સહકારી ક્ષેત્રોમાં નોકરીઓની ભરતી, ગુજરાતમાં 300 યુનિટ નિઃશુલ્ક વીજળી, ગામડામાં 24 કલાક વીજળી, બાળકોને ઉત્તમ અને ફ્રી શિક્ષણ, સરકારી શાળાઓને આધુનિક બનાવવી, હંગામી શિક્ષકોને કાયમી કરવા સહિતના વિવિધ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story