ભાવનગર: સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર, પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યો હુમલો

ફાયરિંગના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.

ભાવનગર: સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર, પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યો હુમલો
New Update

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી. યુવતીના પ્રેમ પ્રકરણમાં પતિ પર હુમલો થયો હતો.જેમાં તેનો બચાવ થયો હતો પરંતુ ફાયરિંગના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જાહીદ ઉર્ફે મુન્નો રહીમભાઈ સૈયદ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે ત્યારે તેની પત્ની શહેનાઝબેનને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો છે. ગઈકાલે અચાનક આતાભાઇ ચોકમાં માથામાં ઇજાની હાલતે શહેનાઝબેન બાકડા ઉપર મળી આવતા 108 હોસ્પિટલ સારવારમાં લાવી હતી. બાદમાં જાહિદભાઈને જાણ કરતા પોતાના ભાઈ સાથે સર ટી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સારવાર બાદ પત્નીને રજા આપતા પોતાના સાળા સાથે પિયરમાં મોકલી દીધી હતી.

એ સમયે હોસ્પિટલ પત્નીનો પ્રેમી ઈર્શાદ ઉર્ફે પીન્ટુ સરકાર સતારભાઈ શેખ અન્ય શખ્સો સાથે આવી પહોંચ્યો હતો. ત્યારે ઝાહિદભાઈ હોવાથી તેમને પોતાની પત્ની સાથેના સંબંધો છોડી દેવા જણાવ્યું આથી ઉશ્કેરાઈને ઇર્ષાદેના પાડી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.તે ગાળામાં ઈર્શાદ ઉર્ફે પીન્ટુ સરકાર સતારભાઈ શેખે કમરમાંથી પિસ્તોલ કાઢી હતી. જેને જાહિદભાઈ અને તેના ભાઈ ઝૂંટવી લીધી ત્યારે મિસ ફાયરિંગ થઇ ગયું હતું. તેવી ફરિયાદ જાહિદભાઈએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે સર ટી હોસ્પિટલના સત્તાવાહકો સામે સુરક્ષા પગલે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે સમગ્ર ઘટના બનતા મોડી રાત્રે નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ થવાને કારણે જમીન પર ગોળીની નિશાનીઓ ચકાસવામાં આવ્યા અને અંતમાં ભોગ બનનાર જાહિદભાઈ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈર્ષાદ ઉર્ફે પીન્ટુ સરકાર સતારભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપી અને પિસ્તોલ બંને કબ્જે લીધા છે.

#Bhavnagar #સર ટી હોસ્પિટલ #bhavnagarpolice #bhavnagar sirt hospital #ફાયરિંગ #Sir T Hospital Firing #Bhavnagar Hospital Firing #Firing News #Bhavnagar Firing News
Here are a few more articles:
Read the Next Article