Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ જાહેર કરાયા

શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 17 ગામોને એલર્ટ જાહેર કરાયા.

X

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વહેલી સવારે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યાં છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં પાણીની આવક સતત બીજા વર્ષે ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના પગલે તંત્ર દ્વારા ખોલાતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

59 દરવાજા 2 ફુટ ખોલવામાં આવ્યાં છે જેમાંથી 15,340 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થયો હતો ત્યાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતાં 2 ફુટ દરવાજા ખોલવામાં આવતાં 15,340 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તેની સાથોસાથ ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે.

Next Story
Share it