Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સીઝનલ ફ્લુ H3N2ના કારણે 83 વર્ષના વૃદ્ધનું મોત, આરોગ્ય વિભાગ થયુ દોડતુ

X

ભાવનગરમાં થયું મોત

સીઝનલ ફ્લુ H3N2ના કારણે 83 વર્ષના વૃદ્ધનું મોત

આરોગ્ય વિભાગ થયુ દોડતુ

કોરોનાના કેસમાં પણ વધારો

ભાવનગર શહેરમાં કોરોનાવાયરસની સાથો સાથ સીઝનલ ફ્લુ H3N2એ પણ માથું ઊંચક્યું છે. ત્યારે સીઝનલ ફ્લુ H3N2 ના વેરીએન્ટથી ભાવનગરમાં ૮૩ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ચાલુ વર્ષમાં આ વેરિયન્ટથી પ્રથમ મોત થયું છે.

ભાવનગર શહેરમાં મિશ્ર ઋતુને લઈને રોગચાળો વકર્યો છે તેમજ એક તરફ કોરોના વાયરસના કેસમાંચિંતાજનક વધારો થયો છે તો બીજી તરફ સિઝનલ ફ્લૂ H3N2 ના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલ હિમાલયા સ્કાયઝમાં રહેતા ૮૩ વર્ષના વૃદ્ધનું સિઝનલ ફ્લૂ H3N2 ના વેરીએન્ટને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.ભાવનગરમાં સિઝનલ ફ્લુ H3N2ના વેરીએન્ટથી ચાલુ વર્ષે આ પ્રથમ મોત નોંધાયું હતું. હાલમાં કોરોના વાયરસ અને સીઝનલ ફલૂના કેસ મળી આવતા હોય તેમજ વતાવરણમાં પણ બેવડી ઋતુની અસર હોવાથી લોકોએ આરોગ્યલક્ષી કાળજી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

Next Story