ભાવનગર: જહાજમાં પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો, પોલીસે તપાસ શરૂ કરી

અલંગમાં આવેલા બે જહાજમાં સેટેલાઇટ ફોન મળી આવતા બંને જહાજ વિવાદમાં આવ્યા છે.

New Update
ભાવનગર: જહાજમાં પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો, પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડAમાં હાલ સેટેલાઈટ ફોન નો મુદ્દો ઉઠ્યો છે. ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવેલા બે જહાજમાં સેટેલાઇટ ફોન મળી આવતા બંને જહાજ વિવાદમાં આવ્યા છે.થોડા દિવસ પહેલા શારજાહથી નીકળી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82 દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં 1લી ઓક્ટોબરે આવી પહોંચ્યું હતુ. જહાજના કેપ્ટન દ્વારા થુરાયા સેટેલાઈટ ફોન દ્વારા વિદેશમાં વાત કરીને ફોન દરિયામાં ફેંકી દેવાની ઘટના સામે આવી હતી.

ત્યારે હવે ભંગાણ માટે આવેલા અન્ય શિપને ખેંચી લાવનાર ટગ બોટ ચર્ચામાં આવી છે. ભંગાણ માટે આવેલા ડેડ વેસલ અબા-4 ને ખેંચી લાવનાર હલ્ક-2 ટગ માં સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવતા જહાજમાં સેટેલાઇટ ફોન હોય તો તેના માટે નિયમો બનાવાયા છે. જો કોઈ જહાજમાં સેટેલાઈજ ફોન મળે તો કેપ્ટન દ્વારા સ્ટેટમેન્ટ આપી સરન્ડર કરી શકાય છે. ઈન્ટરનેશનલ ટેરીટરી માં સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હોય તો રૂપિયા 5000 સુધીની પેનલ્ટી અને ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યો હોય તો 50,000 સુધીની પેનલ્ટી નિયમ છે 2008 ના મુંબઈ 26/11 નો હુમલો, જેમાં કસાબ સહિત ના આતંકવાદીઓ એ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો,

તેઓ દરિયાઈ માર્ગે આવ્યા એ દરમ્યાન પણ સતત સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો હતો, સેટેલાઇટ ફોન જેને કોઈ સીમ કાર્ડ કે ટાવર ની જરૂર રહેતી નથી એને દુનિયાની કોઈ પણ છેડેથી ઓપરેટ કરી શકાય છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. સેટેલાઇટ ફોન વાપરવા પર ભારતમાં પ્રતિબંધ છે. જેથી દરિયાઈ માર્ગે આવતા જહાજ જે ભારતીય જળસીમામાં પ્રવેશ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકતા નથી. સેટેલાઇટ ફોન બે પ્રકારના હોય છે, એક EMR સેટ સી લેન્ડલાઇન ફોન જેવો હોય છે, અને થુરાયા જે મોબાઈલ સેટ જેવો હોય છે. ભારતીય જળસીમામાં પ્રતિબંધના પગલે એજન્સી એ તપાસ હાથ ધરી હતી.

Latest Stories