Connect Gujarat
ગુજરાત

ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 ઉમેદવારો ચૂંટણીના મેદાને...

ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે.

ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 ઉમેદવારો ચૂંટણીના મેદાને...
X

ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર આજે ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકપણ ફોર્મ પરત ન ખેંચાયું હતું, જ્યારે ચકાસણી દરમ્યાન 19 પૈકીના 6 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જેથી ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે. 31 વર્ષથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

ઉમેદવારોનું લિસ્ટ:

1) બીજેપી - નિમુબેન બાંભણીયા

2) આમ આદમી પાર્ટી - ઉમેશ મકવાણા

3) બહુજન સમાજ પાર્ટી - દિનેશ રાઠોડ

4) સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી - અનિલ ચાવડા

5) ગુજરાત સર્વ સમાજ પાર્ટી – ટીડા બોરીચા

6) ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી - પરમાર રાજેશ

7) રાઈટ ટુ રિકોલ પાર્ટી - ભુપત વાળા

8) આપકી આવાઝ પાર્ટી - કલાણીયા સાગર

અન્ય 5 ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં...

9) નરેશ રાઠોડ - અપક્ષ

10) બ્રહ્નક્ષત્રિય ભગવતી - અપક્ષ

11) મૂળશંકર ચૌહાણ - અપક્ષ

12) સંજય મકવાણા - અપક્ષ

13) હર્ષ ગોકલાણી - અપક્ષ

Next Story