/connect-gujarat/media/post_banners/cd21157808462c702a4a367c43ed442dcfb3a0e4ec08d6d2dc1e05e921861cda.jpg)
ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાવનગર ખાતે કાર્યરત સરકારી સંસ્થા એવી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-2024નો પ્રારંભ થયો છે. સોલ્ટ અને મરીન પર વિવિધ સંશોધનો કરતી આ સંસ્થા દ્વારા 12 જેટલા દેશોના મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ દેશના વિવિધ રાજ્યોના લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આપણો દેશ મીઠાના ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે અને સારી ક્વોલિટીનું મીઠું લોકોને મળી શકે તે સહિતના વિવિધ વિષયો પર વિચાર રજૂ કરાયા હતા. હાલ વિશ્વમાં મીઠાના ઉત્પાદનમાં ચીન પ્રથમ અને અમેરિકા બીજા નંબરે છે, જ્યારે ભારત તૃતીય ક્રમે છે. પ્રતિ એકર દીઠ મીઠાનું મહત્તમ ઉત્પાદન અને શુધ્ધતા આ બે હેતુ ઉપર ખાસ વાતો મહાનુભવો દ્વારા રજૂ કરવામાં આવી હતી. મીઠું માનવ જીવનથી લઇને ઉદ્યોગ આલમ સુધી ચાવીરૂપ સ્થાન ધરાવે છે, ત્યારે આ કોન્ફરસમાં 12 દેશોના ઉદ્યોગ અને શિક્ષણ વિભાગના વક્તાઓ દ્વારા મીઠું અને દરિયાઈ રસાયણોના ક્ષેત્રમાં નવીનતમ વિકાસ અંગે આપસી આદાન-પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કન્વીનર અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. અરવિંદ કુમાર, કે.બી.પાંડેય, વિદેશના ઉદ્યોગપતિ ડેનિયલ મેકોલી સહિત મોટી સંખ્યામાં મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.