Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સુપર આઈસ્ક્રિમ પાર્લરના આઈસ્ક્રિમમાંથી રબર રિંગ નીકળતા ગ્રાહકની આરોગ્ય વિભાગમાં ફરિયાદ..!

X

સુપર આઈસ્ક્રિમ પાર્લરના આઈસ્ક્રિમમાંથી નીકળી રબર રિંગ

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ગ્રાહકે કરી ફરિયાદ

આઈસ્ક્રિમના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા શ્યામજી પરમારે પીરછલાંમાં આવેલ સુપર આઈસ્ક્રિમ પાર્લરમાંથી ગત રવિવારે કેશર-બદામ ફ્લેવરવાળી આઈસ્ક્રિમની ખરીદી કરી હતી, ત્યારે ઘરે જઈને ખાવા સમયે આઈસ્ક્રિમમાંથી રબર રિંગ નીકળી હોય તેવી ફરિયાદ કરાતા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આર.કે.સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર મામલે ભાવનગર ફૂડ એન્ડ સેફટી અધિકારી દેવાંગ જોષીએ આઈસ્ક્રિમના તાત્કાલિક નમૂના લેવા માટે પ્રથમ સુપર આઈસ્ક્રિમની ફેકટરીની વિઝીટ લેવામાં આવી હતી, જ્યાં આઈસ્ક્રિમનો સ્ટોક નહીં મળતા આઈસ્ક્રિમ પાર્લર પર ચેકીંગ કરી કેશર-બદામ ફ્લેવર આઈસ્ક્રિમના સેમ્પલ મેળવી વડોદરા ખાતે પરીક્ષણ અર્થે મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ, ભાવનગરની વર્ષો જૂની નામાંકિત સુપર આઈસ્ક્રિમની પ્રોડક્ટમાંથી રબર રિંગના આક્ષેપને ઇનકાર કરતા આસિફ કાઠીવાળાએ જણાવ્યું હતું કે, ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ આઇસ્ક્રીમમાં રબર નીકળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય બોક્ષ જોતા તેમાં રબર રિંગ નહીં પરંતુ પપૈયાનો મુરબ્બો છે. જેનો ઉપયોગ અન્ય આઈસ્ક્રિમની પ્રોડક્ટમાં થાય છે, અને તે એક ખાદ્ય પદાર્થ છે. જે માટે ગ્રાહકને સાથે રાખી પ્રાઇવેટ લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવશે, અને ત્યારબાદ સુપર આઈસ્ક્રિમના માલિક દ્વારા કાનૂકી કર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story