Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સરદાર બાગમાં ખુલ્લા વીજ વાયરો અકસ્માતને આપી રહ્યા છે આમંત્રણ, મ.ન.પા.ક્યારે જાગશે?

ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત અકવાડા લેકમાં તાજેતરમાં એક બાળકીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું ત્યારે મનપા સંચાલિત સરદારબાગ જે ભાવનગરનો સૌથી મોટો બાગ છે.

X

ભાવનગર મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.છેલ્લા આઠ મહિનાથી શહેરમાં આવેલા સરદાર બાગમાં અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક પોલના વાયર અને સ્વીચ ખુલ્લા નજરે પડે છે ત્યારે અહીં આવતા શહેરીજનો અકસ્માતનો ભોગ બને એવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે

ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત અકવાડા લેકમાં તાજેતરમાં એક બાળકીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું ત્યારે મનપા સંચાલિત સરદારબાગ જે ભાવનગરનો સૌથી મોટો બાગ છે.આ બાગમાં અનેક વીજ પોલ આવેલા છે જેમાં વાયરિંગ બહાર ખુલ્લું નજરે પડે છે તેમજ રમતગમતના સાધનોની જગ્યાએ પણ લાઇટિંગની સ્વીચ બહાર ખુલી નજરે પડે છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર છેલ્લા આઠ મહિનાથી વાયરિંગ ખુલ્લું નજરે પડે છે.અહીં આવતા નાના બાળકો જો વાયરિંગને અઢી જાય તો મોટો અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે

ભાવનગર મનપા સંચાલિત સરદાર બાગ જે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં ટાઉતે વાવાઝોડા સમય દરમ્યાન અનેક વીજપોલ જર્જરિત બન્યા છે જેનું આજદિન સુધી સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે તંત્રએ આ બાબતની ગંભીરતા સમજી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી

Next Story