/connect-gujarat/media/post_banners/f2d4bc3f49f62cb2ff8261007e71c5c57ddd549bca77eaddbc68dc657e1d5f57.jpg)
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શહેરના જશોનાથ સર્કલથી કલેકટર કચેરી સુધી પગપાળા યોજાય હતી, ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
EPS-95માં સમાવિષ્ટ 60થી 90 વર્ષ સુધીના વૃદ્ધ ભાઈઓ-બહેનો દ્વારા પેન્શન વધારાની માંગ સાથે ભાવનગરના જશોનાથ ચોક ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 'મોદી સાહબને વચન દિયા હે, પુરા કરો... પુરા કરો...'ના નારા સાથે રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર બી.કે.પારેખને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદન પત્રમાં પેન્શનરોના જણાવ્યા મુજબ, તેઓને મળી રહેલા 700થી 2500ના પેન્શનમાં મહિનાનું દૂધ અને શાકભાજી પણ આવતું નથી, ત્યારે વયોવૃદ્ધ પેન્શનરો શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય, જેથી પેન્શનમાં તાત્કાલીક વધારો કરવા રજૂઆત કરી હતી. આ રેલીમાં ઉદ્યોગો, સાર્વજનિક સંસ્થા, સરકારી બેન્કો, સરકારી નિગમો દ્વારા ન્યાય માંગવા માટે રેલી યોજાય હતી.