ભાવનગર જિલ્લાના વિવિધ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં ફાયર ઈન્સ્ટિગ્યુટર એકપાઈરી ડેટ થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાજ્ય ભરમાં ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા ગંભીરતા લઈને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યારબાદ હોસ્પિટલમાં ફાયર સેફટી અને NOC માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે ભાવનગરના પણ અનેક બિલ્ડીંગ હોસ્પિટલ શાળા અને કચેરીઓમાં ફાયરસેફટીના અભાવે સિલ મારવામાં આવ્યા હતા પરંતુ સમય જતાં ફરીવાર ફાયર સેફટીમાં લોલમલોલ સામે આવી છે.
શહેરના સામવેદ કોમ્પ્લેક્સ કે જ્યાં મોટી સંખ્યામાં હોસ્પિટલો આવેલી છે.અહીં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓની સાથે પણ મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ હોય છે.આવા સંજોગમાં સામવેદ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીમાં લોલમલોલ જોવા મળી હતી. અહીં ફાયર સેફટી માટે રાખવામાં આવેલા ફાયર ઈન્સ્ટિગ્યુટર એકપાઈરી ડેટ થઈ ગયા છે.જો આ બિલ્ડીંગમાં આગની ઘટના બને તો શુ થાય તે વિચારી શકાય છે