ભાવનગર : સૌપ્રથમ વખત ગુજરાતમાં "લંકાપતિ" રાજા રાવણની પ્રાણપ્રતિષ્ઠા, જુઓ કોણે કર્યું આયોજન..!

એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું

New Update
ભાવનગર : સૌપ્રથમ વખત ગુજરાતમાં "લંકાપતિ" રાજા રાવણની પ્રાણપ્રતિષ્ઠા, જુઓ કોણે કર્યું આયોજન..!

એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું. તેમના શૌર્યને ભગવાન પણ વખાણે છે, એવા ભક્ત કે જેમણે પોતાના શરીરની આંતરને તાર બનાવી વિણા વગાડી શિવ તાંડવ ગાયને મહાદેવને પ્રસન્ન કર્યા છે. આવા શિવભક્તને વધુ ઓળખવા માટે એમના જીવનના છુપાયેલા ઘણા રહસ્યોને ઉજાગર કરવા માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાવનગર ખાતે લંકાપતિ રાજા રાવણનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ સુમેરૂ બંગ્લોઝમાં રજવાડી મામા સરકાર ગ્રુપ અને રવિ ઓઝા ઉર્ફે રવિ બાપુ દ્વારા લંકાપતિ રાજા રાવણના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આદિપુરૂષ શંકરાચાર્યના જન્મ જયંતિના દિવસે તા. 6 મેના રોજ લંકાપતિ રાવણનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ભાવનગરમાં પ્રતિષ્ઠા થનારી પ્રતિમા જયપુર ખાતે 37 દિવસની મહેનત બાદ કૂશળ કારીગરોએ તૈયાર કરી છે. આશરે ૩ ફૂટ અને 200 કિલો વજન ધરાવતી સફેદ માર્બલથી નિર્મિત રાવણની મૂર્તિના 10 માથા 20 ભુજાઓ અને સર્વે ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલા છે. લંકાપતિ રાવણની મૂર્તિ શિવ સાધકો અને બ્રાહ્મણકૂળમાં જન્મેલા જ્ઞાનીની ભક્તિ માટેના એક માત્ર ઉદ્દેશથી સ્થાપવામાં આવનાર હોવાથી અહીં પ્રસાદ-ભોગ, પૈસા સહિતની કોઇપણ સામગ્રી ચઢાવી શકાશે નહીં. માત્ર દર્શન અને સાધના માટે જ મૂર્તિ સ્થાપવાનું આયોજક રવિ ઓઝાએ જણાવ્યુ હતું.