Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારીમાં,જુઓ શું કારણ

કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો

X

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.જેમાં ભાવનગર બહુમાળી ભવન ખાતે કર્મચારી મહામંડળની મિટિંગ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની ટીમ NMOPS અને રિમુ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભાવનગર બહુમાળી ભવન ખાતે કર્મચારી મહામંડળની મિટિંગ યોજાઈ હતી.

આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.ગુજરાત સરકાર સામે સૌથી મોટી લડત કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી સમયમાં સરકારને ઘેરવા અને પડતરની માંગણી માટે રાજ્યભરમાં ફરીવાર આંદોલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે..

જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવા માટે ટીમ રીમુવ ફિક્સ પે કર્મચારી સ્નેહસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ટીમ રીમુવ ફિક્સ પે NMOPS ગુજરાતનાં હોદેદારો ભારતેન્દુ રાજગોર તથા ગુંજનભાઇ પટેલ ગુજરાતનાં તમામ જિલ્લાઓનાં પ્રવાસે નિકળેલા છે ત્યારે ભાવનગર બહુમાળી મિટિંગ હોલ ખાતે પહોંચ્યા હતા અને વિવિધ કર્મચારી સંગઠનના હોદેદારો અને કર્મચારીઓને જાગૃત કડવા તેમજ ફિક્સ પે કેલ્ક્યુલેટરનું જ્ઞાન આપ્યું હતું

Next Story