/connect-gujarat/media/post_banners/08027488fa01b83ed4af0fd73bf931bc95cf4de5c58f5fe133425dcf54880d45.jpg)
ભાવનગર શહેરમાં તાજેતરમાં જ અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં ગત તા. ૨૬ જુલાઈના રોજ અશાંત ધારો અમલી બનાવવામાં આવ્યો છે. ભાવનગર શહેરના વિવિધ હિંદુ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી કરી ત્યાં વસવાટ કરતા હિંદુ સમાજના લોકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી લાંબા સમયની શહેરમાં અશાંતધારો અમલી બનાવવાની માંગને શહેરના બન્ને ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ સહિતના અનેક લોકોની મુખ્યમંત્રીને રજૂઆત બાદ ભાવનગર પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં હાલ અશાંતધારો અમલી બન્યો છે જે અંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.