New Update
/connect-gujarat/media/post_banners/bba9420d6af8efa5aba988d6ab2994d5008108e1216cb85f5e0e9dc90e76d1ca.jpg)
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં સુવધાઓના અભાવના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ ત્રણ જિલ્લાને આરોગ્યની સેવા પુરી પડતી હોસ્પિટલ છે. પરંતુ અહીં દિવસેને દિવસે સુવિધા બાબતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.હાલમાં મિશ્ર ઋતુ અને તહેવારોને લીધે વાયરલ તાવ અને શરદી ઉધરસ જેવી બીમારીઓનો રાફડો ફાટ્યો છે પરંતુ હોસ્પિટલમાં સમયસર સારવાર નહિ મળતા દર્દીઓને બહાર ખુલ્લામાં આશરો લેવો પડે છે.જોકે હોસ્પિટલમાં સફાઈથી લઈને અનેક સમસ્યાઓ પણ વધતી રહી છે.દર્દી અને લોકોને બેસવાની જગ્યાએ દુર્ગંધ અને પાનમાવાની પિચકારીઓને કારણે પરેશાની પણ વધી રહી છે