છેતરપીંડીના કુખ્યાત આરોપી મિસ્ટર નટવરલાલથી ઓળખાતા આરોપીની ભાવનગર LCBએ કરી ધરપકડ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટો ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. છેતરપીંડીના કુખ્યાત આરોપી, જેને મિસ્ટર નટવરલાલ તરીકે ઓળખવામાં આવે છે.

New Update
bhav

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટો ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. છેતરપીંડીના કુખ્યાત આરોપી, જેને મિસ્ટર નટવરલાલ તરીકે ઓળખવામાં આવે છે. 

તેને વડોદરા શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો નોંધાયા બાદ આરોપી રામકિશન રામબાબુ શર્મા નાસતો ફરતો હતો. 

બાતમી મળતાં જ, LCBની ટીમ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં આરોપી શર્મા હાજર મળતાં, તેની પુછપરછ કરવામાં આવી, જેમાં તેણે ગુનાનો એકરાર કર્યો. પોલીસ સૂત્રો મુજબ, આ આરોપી પર ભાવનગર સિવાય રાજસ્થાન, કચ્છ ગાંધીધામ- અંજાર અને કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં પણ છેતરપીંડીના પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. હાલ, આરોપીને ધોરણસર અટકાયત કરીને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.કુખ્યાત છેતરપીંડીયા શર્માની ધરપકડ સાથે, પોલીસને આશા છે કે અન્ય કેસોમાં પણ મહત્વપૂર્ણ કડીઓ મળે તેવી શક્યતા છે.

Latest Stories