Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ખાનગી કોચિંગ કલાસિસના સંચાલકે ટ્યુશન ક્લાસમાં આવતી બે સગીરાની કરી છેડતી,પોલીસે કરી ધરપકડ

કાળિયાબીડની સામવેદ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષકે શિક્ષણ જગત ને લાંછન લગાવતું કૃત્ય કરતા વાલીઓમાં રોષ વકર્યો

X

ભાવનગર શહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં શાળા અને ટ્યુશન ક્લાસીસના સંચાલક એવા લંપટ શિક્ષકની વિરુદ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાય છે. પોલીસ દ્વારા શિક્ષકને ઝડપીને કોર્ટ સમક્ષ રજુ કરી જેલ હવાલે કરાવી દેવામાં આવ્યો છે. ભાવનગર શહેરના આનંદનગર વિસ્તરમાં જન એજ્યુકેશન અને કાળિયાબીડની સામવેદ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષકે શિક્ષણ જગત ને લાંછન લગાવતું કૃત્ય કરતા વાલીઓમાં રોષ વકર્યો છે..

ભાવનગર માં આનંદનગરમાં રહેતા કલ્પેશ નવીચંદ્ર ધોળકિયા ઉંમર વર્ષ 44 સામે છેડતી કરી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.જો કે કલ્પેશ નવીનચંદ્ર ધોળકિયા આનંદનગરમાં ન્યુ એલઆઇજીના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે જન એજ્યુકેશન પોતાનું ખાનગી ક્લાસીસ પણ ચલાવી રહ્યો છે. તેની સામે છેડતીની ફરિયાદ હોય જેને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પોકસો કલમ 8 અને 12 હેઠળ ફરિયાદ નોંધાય છે. ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને હાલમાં જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો છે.

Next Story