Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ચોકલેટમાં લેક્ટિક એસિડ હોવાનું સામે આવતા મનપાની કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો..!

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2016માં બજારમાં ખૂબ વેચાણ થતી સીન્ટુ ઇમલી પાચકના નામની પીપરમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા.

X

ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2016માં બજારમાં ખૂબ વેચાણ થતી સીન્ટુ ઇમલી પાચકના નામની પીપરમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા. જેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલ્યા બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જે બાળકો માટે ઘાતક પરિણામ સાબિત થાય તેમ છે.

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલ નમૂનામાં અમુક ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. જેમાં વાલીઓ માટે લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તા. 16/4/ 2016ના રોજ સીન્ટુ ઇમલી પાચકના 448 ગ્રામ પેકેજમાંથી નમૂનાઓ લઈને રાજકોટ ખાતેની સરકારી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા. જોકે, આ ચોકલેટનો નમૂનો 18/4/ 2016ના રોજ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ 10/05/2016ના રોજ આવ્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. આવેલા રિપોર્ટમાં સીન્ટુ ઇમલી પાચક ચોકલેટમાં લેક્ટિક એસિડ મળી આવ્યું હતું, જ્યારે નિયમ પ્રમાણે લેક્ટિક એસિડ હોવું જોઈએ નહીં. આથી તેને અનસેફ તરીકે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે, બજારમાં વેચાતી સસ્તી ચોકલેટ અને પીપરમેન્ટ ક્યારેક ઘાતક પણ સાબિત થઈ જાય છે. ભાવનગરમાં પ્રકાશમાં આવેલો કિસ્સો કે, જેમાં એક પીપરમેન્ટમાં લેક્ટિક એસિડ નામનું ખતરનાક દ્રવ્ય મળી આવ્યું હતું. જે શરીરમાં જવાથી બાળક સહિત યુવાનો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. ભાવનગરના નિષ્ણાત ડો. ભાવેશ ભુત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લેક્ટિક એસિડ એક જાતનું શરીરમાં પાચન ક્રિયામાં બનતું એસિડ છે, ખોરાક મારફતે જો તે વધુ પ્રમાણમાં શરીરમાં જાય તો કિડની અને લીવર સહિતના અંગોને નુકશાન કરે છે. હવે સમજી શકાય છે કે, જો નાના બાળકો આ પ્રકારની ચોકલેટને આરોગે તો તેનું પાચનતંત્ર જરૂર નબળું પડે છે, અને બાળક કુપોષિત તરફ ધકેલાઈ શકે છે. આમ રાષ્ટ્રીય કક્ષાએ ચોકલેટ બનાવતી કંપનીની બેજવાબદારી ભર્યા વ્યાપારને પગલે ભારતની ઊગતી પેઢીને જરૂર પતન તરફ ધકેલે છે.

Next Story