ભાવનગર : મનપાના એસ્ટેટ વિભાગે વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોને દૂર કર્યા, દબાણકર્તાઓમાં ફફડાટ

New Update
ભાવનગર : મનપાના એસ્ટેટ વિભાગે વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોને દૂર કર્યા, દબાણકર્તાઓમાં ફફડાટ

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી

વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણોને દૂર કર્યા

પાલિકાની કામગીરીરહી દબાણકર્તાઓમાં ફફડાટ

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શિવાજી સર્કલ અને કુંભરવાડા સહિત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

ભાવનવર મહાનગરપાલિકા નાયબ કમિશનરની સીધી સૂચના મુજબ શહેરમાં દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણકર્તાઓ પર કર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સોલીડ વેસ્ટ વિભાગને સાથે રાખીને અલગ-અલગ વિસ્તારોમાં આવેલ પોઈન્ટ પરથી રજકાના 52 જેટલા પૂળા જપ્ત કરી ઢોરના ડબ્બામાં ખાલી કર્યા હતા, જ્યારે શિવાજી સર્કલ, સેન્ટ મેરી સ્કૂલ, ઘોઘા રોડ પરથી 6 લારીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત મોતીતળાવ રોડથી કુંભારવાડા રેલ્વે ફાટક તરફના કોમર્શિયલ દબાણો જેવા કે, ઓટલાઓ, પીલ્લર, 2 બાથરૂમ, 2 કેબિન તથા અન્ય 35 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

Latest Stories