ભાવનગર: મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન લાખો રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો

મોતી તળાવ રોડ પર લાંબા સમયથી ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી

New Update
ભાવનગર: મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન લાખો રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર એન.વી.ઉપાધ્યાય તેમજ વિવિધ વિભાગોના કાર્યપાલક ઇજનેરો સહિત એસ્ટેટ વિભાગની ટીમ કુંભારવાડા વિસ્તારમાં પહોંચી હતી જેમાં મોતી તળાવ રોડ પર લાંબા સમયથી ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

વી.આઈ.પી.અલંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા પ્લોટમાં રચના રોડ પર સામાન મુકવામાં આવ્યો હતો જેને કમિશનરની સૂચનાથી જપ્તી કરવામાં આવી હતી જેમાં ત્રણ લાખથી લઈને દસ લાખ સુધીના વાલ લાખો રૂપિયાની કિંમતની હેવી મોટર, ઈલેક્ટ્રિક પેનલો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે

Latest Stories