Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા જતા યુવાનને મળ્યું મોત, જુઓ ચોંકાવનારો કિસ્સો

ભાવનગરમાં હત્યાનો બનાવ, યુવાનની હત્યાના મામલામાં 3 આરોપીની કરી ધરપકડ.

X

ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસતળાવમા બે દિવસ પહેલા એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી મૃતક યુવાનની હત્યા મામલે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. મહિલાએ મૃતકને શારીરિક સંબંધ બાંધવાના બહાને બોલાવી હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે.

ભાવનગર શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં આવેલ ટેકરીચોક નજીક જુના ફાયરબ્રિગેડ કચેરીનાં કંમ્પાઉન્ડ માથી આજ વિસ્તારમાં રહેતા સંજય બારૈયાની લાશ મળી હતી જેમાં શરીર પર 15 થી 20 જેટલાં તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ પણે ફલિત થયું હતું.

આ અંગે મૃતકના પિતા ખન્ના ઉર્ફે કાનજીભાઈ એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી સી ડીવીઝન પોલીસ તથા એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી મૃતકનો ભૂતકાળ સ્થળપર થી મળેલાં સબૂત આધારે આજ વિસ્તારમાં રહેતી અને આશરે બે માસ પૂર્વે હત્યા કરાયેલ આજ વિસ્તારનાં ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુ રાઠોડની પત્ની રોશનીની પ્રથમ અટક કરી તેનાં ઘરની તલાશી લેતાં તેણીના રૂમ માથી લોહીના ડાઘા મળી આવતા પોલીસની શંકા દ્રઢ બની હતી.

જેમાં મહિલાની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા મહિલા ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે તેના પતિ ગોપાલ તથા મૃતક સંજય ઉર્ફે કચોરી વચ્ચે આ વિસ્તારમાં ડોન બનવા અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. તેણીની છેડતી કરી બિભત્સ માંગણીઓ કરી પરેશાન કરતો હોય આથી તેનુ કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો જેમાં મહિલા રોશનીના મકાનમાં ભાડે રહેતો. ગણેશ મકવાણાને પૈસા તથા અન્ય પ્રલોભનો આપી હત્યામાં સાથ આપવા તૈયાર કર્યો હતો એ સાથે તેનો એક સબંધી રાકેશ રાઠોડને પણ સાથે રાખી રોશનીએ મૃતકને શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી મોડી રાત્રે ઘરે બોલાવી પ્રથમ રૂમમાં ગણેશ તથા રાકેશને બાથરૂમમાં મોકલી શારીરિક સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું ત્યારબાદ મહિલાએ સંજયનું મોઢું દબાવી ગણેશ,રાકેશને બોલાવી લેતાં બંને યુવાનોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જો કે પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story