Connect Gujarat
ગુજરાત

ભાવનગર: નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ,જુઓ વિડીયો

મેયર ભરત બારડનાં માતા 81 વર્ષની વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે.

X

ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષની વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે. ભાવનગર શહેરની સત્તાની ધૂરા સંભાળનાર પ્રથમ નાગરિક ખરા અર્થમાં કોમન મેન છે. એક એવો મધ્યમવર્ગીય પરિવાર, જે પરિશ્રમને પરમેશ્વર માની મહેનત-પુરુષાર્થ થકી રળેલો રોટલો ખાઈ રહ્યા છે અને સત્તા પ્રાપ્ત કરી હોવા છતાં લેશમાત્ર અભિમાન કે અહંમને હાવી ન થવા દેનાર ભાવનગરના નવનિયુક્ત મેયરની ચર્ચાએ લોકોમાં ખાસ્સીએવી જિજ્ઞાસા પ્રગટ કરી છે.

60 વર્ષીય મેયર ભરતભાઇ બારડ પોતાના અને તેમના ભાઇના સંયુક્ત પરિવાર સાથે હાલમાં પણ ભાડાના મકાનમાં રહે છે અને વડવા વિસ્તારમાં વેલ્ડિંગ-ફેબ્રિકેશનના વ્યવસાય થકી પરિવારનો જીવનનિર્વાહ ચલાવે છે. મેયરની માતા 81 વર્ષની વય ધરાવે છે અને આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ સાથે સપ્તાહમાં બે વખત શહેરમાં આવેલા મંદિરે પોતાનો પરંપરા વ્યવસાય એટલે કે ફૂલ વેચાણ કરે છે. એકદમ સાદગીપૂર્ણ એવા મેયરના પિતાજી જહાંગીર મિલ-જૂની મિલ-માં મિલમજૂર તરીકે કામ કરતા હતા.

Next Story