ભાવનગર: નવા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ ડો. હર્ષદ પટેલ દ્વારા નાઈટ કૉબિંગનું આયોજન, અસમાજિક તત્વોમાં ફફડાટ

ભાવનગરના પોલીસ અધિક્ષક તરીકે ડો. હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો, ચાર્જ સંભાળતાની સાથે જ નાઈટ કોમ્બિંગનું આયોજન.

New Update
ભાવનગર: નવા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ ડો. હર્ષદ પટેલ દ્વારા નાઈટ કૉબિંગનું આયોજન, અસમાજિક તત્વોમાં ફફડાટ

ભાવનગરના નવા પોલીસ અધિક્ષક તરીકે ડો. હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યા બાદ તરત જ નાઈટ કોમ્બિંગ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

રાજ્યમાં તાજેતરમાં થયેલ 70 આઇપીએસ ની બદલીમાં ભાવનગર ખાતે નિમણૂક કરવામાં આવી હતી.પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષલ પટેલે ચાર્જ સંભાળતા જ નાઈટ કોમ્બિંગ કર્યું હતું. તમામ ડિવિઝનના પોલીસ સ્ટાફ એલસીબી એસઓજી સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ ભાવનગર શહેરમાં રાત્રે સમારંભ દરમિયાન વાહન ચેકિંગને લઈ અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories