ભાવનગર: રાજકોટ હાઇવે ધોવાઈ જતા ધારાસભ્ય સહિત ગાંધીનગરથી અધિકારીઓએ લીધી મુલાકાત

New Update
ભાવનગર: રાજકોટ હાઇવે ધોવાઈ જતા ધારાસભ્ય સહિત ગાંધીનગરથી અધિકારીઓએ લીધી મુલાકાત

રાજકોટ હાઇવે ધોવાઈ ગયો

ધારાસભ્ય જીતુ વાઘાણીએ લીધી મુલાકાત

કામગીરી ઝડપથી કરવા આપ્યા આદેશ

ભાવનગર રાજકોટ હાઇવે ધોવાઈ જતા ધારાસભ્ય સહિત ગાંધીનગરથી અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

ચોમાસાની સાથે જ ભાવનગર શહેરના રોડ રસ્તાઓ ધોવાના હતા જેને લઈને ભાવનગર શહેરના અનેક રોડ રસ્તા ઉપર બસ મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે ત્યારે ભાવનગર શહેરને અન્ય રાજ્ય સાથે જોડતા નેશનલ હાઇવેની પણ બદથી બદતર હાલત થઈ ગઈ છે।ભાવનગર શહેરને રાજકોટ તરફ જતો રાજકોટ હાઇવે અનેક જગ્યાએથી તૂટ્યો હતો જેમાં નારી ચોકડી વરતેજ પાસે આવેલ માલેશ્રી નદીના કોઝવે તેમજ ખોડીયાર મંદિર પાસે બે ફૂટના ખાડાઓ પડી ગયા છે

Latest Stories