ભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન...

New Update
ભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન...

આજે અમે આપને ભાવનગર જિલ્લામાં બિરાજમાન બારસો (1200) શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અદભુત દર્શન કરાવવા જઈ રહ્યા છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ બારસો (1200) શિવલિંગ ધરાવતું એકમાત્ર મહાદેવનું અનોખુ મંદિર છે. તો ચાલો આજે મહાશિવરાત્રીના પાવન પર્વે બારસો મહાદેવના દર્શન કરીએ...

ભગવાન શિવની રાત્રી એટલે કે, મહાશિવરાત્રી... ભક્તો માટે સુખની તે રાત્રી જેમાં તમામ લોકો શિવમય બનવાની સાથે જ તેમની તમામ કામનાઓ પૂર્ણ થાય છે. શિવભક્તને શિરાત્રીનો દિવસ મહા આનંદ આપે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જળાભિષેક કરવું ઉત્કૃષ્ટ માનવમાં આવે છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ બારસો (1200) શિવલિંગ ધરાવતું એકમાત્ર મહાદેવનું મંદિર આવેલી છે, ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી જ બારસો મહાદેવનું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

બારસો (1200) શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના મહંત કેતનગીરી ગૌસ્વામીએ જણાવ્યુ હતું કે, આ મંદિરની સ્થાપના લગભગ 350 વર્ષ પહેલા કરવામાં આવી હતી. રાજાશાહી સમયમાં અહીં 1200 શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી, અને ત્યારથી લઈને આજ દિન સુધી અહીં દરરોજ નિત્યક્રમ મુજબ 1200 શિવલિંગની પુજા કરવામાં કરવામાં આવે છે. અહીં મહાશિવરાત્રીના દિવસે 1200 શિવલિંગ પાસે એક સાથે 1200 દિવા પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવે છે, ત્યારે આ અદભુત નજારો જોવા હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામે છે.

Latest Stories