ભાવનગર: ચકચારી રાધિકા બારૈયા મર્ડર કેસમાં પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

આરિફ અલ્લારખા પોતાના સાગરિતો સાથે ઘાતક હથિયાર સાથે લશ્કર બારૈાયાના ઘરે હુમલો કરવા ગયા હતા

New Update
ભાવનગર: ચકચારી રાધિકા બારૈયા મર્ડર કેસમાં પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

ભાવનગર જિલ્લાના સિહોર તાબેન વરલ ગામે એક સમ્પ કરી હત્યા કરનાર આરોપીઓ ગણતરીની કલાકો માં પોલીસ ગિરફટ માં ભાવનગરના વરલ ગામમાં હત્યા અને હત્યાની કોશિષની ઘટના પાછળ વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઇ બારૈયાની જમીનમાં મોબાઇલ ટાવર હતો જેનો કોન્ટ્રાક્ટ પુરો થતા મોબાઇલ ટાવરનો માલ સામાન લેવા માટે આરિફ અલ્લારખા ટ્રેકટર લઇને આવ્યો ત્યારે લશ્કરભાઇ બારૈયાએ પોતાની જમીનનું ભાડુ અને કરાર મુજબ લીઝની રકમ લેણી છે તે આપ્યા બાદ જ ટાવરનો માલ સામાન અડવા દેશે તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Advertisment

આથી આરિફ અલ્લારખા પોતાના સાગરિતો સાથે ઘાતક હથિયાર સાથે લશ્કર બારૈાયાના ઘરે હુમલો કરવા ગયા હતા ત્યારે રાધિકા બારૈયા પોતાના કાકાનો જીવ બચાવવા વચ્ચે પડતા તેને ધારદાર છરી લાગી જતા તેણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોતાના કાકાને બચાવવા વચ્ચે પડેલી સગીર ભત્રીજીની હત્યા થતાં કોમી તંગદીલી સર્જાય હતી. જેની જાણ ભાવનગર જિલ્લા પોલીસ વડાને થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે વરલ ગામે દોડી આવ્યા હતા. તેમજ હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ કુલ ૦૬ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment