/connect-gujarat/media/media_files/2025/11/02/whatsapp-image-2025-11-02-2025-11-02-20-14-26.jpeg)
ભાવનગર જિલ્લાના મહુવામાં શરમજનક ઘટના સામે આવી છે બે સગી બાળા બહેનોની સાથે શારીરિક અડપલાં કરનાર વૃદ્ધ ધગો પોલીસે ઝડપી લીધો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાંથી માનવતા શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. ગામના કાળું મંગાભાઈ બેલડીયા નામના વૃદ્ધે ગામની માત્ર ત્રણ વર્ષ અને આઠ વર્ષ ની સગી બહેનોની બાળક બુદ્ધિનો ફાયદો ઉઠાવી શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
ત્રણ વર્ષની બાળકી ઘરે નજીક રમતી હતી ત્યારે આરોપી કાળું મંગાભાઈ બેલડીયાએ તેને ફુસલાવી દુકાન પાછળ લઈ જઈ શારીરિક અડપલાં કર્યા. થોડીવાર બાદ બાળકીને શોધતા પરિવારજનોને દીકરી ઘરે આવી મળી હતી. પૂછપરછ દરમિયાન બાળકી દ્વારા સમગ્ર બનાવની જાણ થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો. તે જ સમયે બાળકીની સગી મોટી બહેન જેની ઉંમર 8 વર્ષ ની છે તેને પણ ખુલાસો કર્યો કે આરોપી કાળું બેલડીયાએ તેની સાથે પણ અડપલાં કર્યા હતા. બંને બહેનો સાથે બનેલા બનાવની જાણ થતા પરિવારના પગ નીચેની જમીન ખસી ગઈ હોય તેમ થયું હતું. પરિવારે તરત જ સમગ્ર મામલો મહુવા પોલીસ સમક્ષ રજૂ કર્યો. મામલે મહુવા ડીવાયએસપી રિમાબા ઝાલા દ્વારા પરિવાર સાથે વાતચીત કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ આરોપી કાળું મંગાભાઈ બેલડીયા વિરુદ્ધ POCSO અધિનિયમ હેઠળ તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેસની વધુ તપાસ ચાલી રહી છે.