/connect-gujarat/media/post_banners/a101157ae5716628be75b31dbae8e32ea314158a76866406d28c999e7a23783a.jpg)
ભાવનગર પોલીસ દ્વારા ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેર-જિલ્લામાં નવનિયુક્ત એસ.પી હર્ષદ પટેલે ચાર્જ સંભાળતા જ પોલીસ કર્મચારીને રાત્રે દોડાવ્યા હતા. એસ.પી.ની આગેવાનીમાં મોડી રાત્રે નાઇટ પેટ્રોલીંગ કરી રાત્રે નિકળતા નબીરાઓને રોકી કાર-બાઇકમાં તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ શખ્સો નશાની હાલતમાં ઝડપાય ગયા હતા. જેઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પેન્ડીંગ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ -138, નોન વોલેબલ વોરંટ તેમજ ભરણ પોષણના પેન્ડીંગ કેસોની માહિતી લઇ જુદા જુદા ગુનાના 28 આરોપીને પોલીસે ઘરે સુતેલા ઝડપી લીધા હતા.