/connect-gujarat/media/post_banners/f9bada758aa68a061b9c50c7abf1402d507821f292cc75f2a1648d077a6f991f.webp)
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસે બાતમીના આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે પોલીસે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નશીતપુર ગામે રહેણાંક મકાનમાં 2 ઇસમો બિન અધિકૃત રીતે કપાસના બિયારણનું પેકીંગ કરતા હોવાની હકિકતના આધારે વલ્લભીપુર પોલીસે દરોડા પાડતા 507 જેટલા અલગ અલગ પેકિંગ તેમજ કપાસના છૂટક બિયારણના અલગ અલગ કોથળા મળી કુલ 429 કિલોના નકલી બિયારણ જપ્ત કરવામાં આવ્યું હતું. વલ્લભીપુર પોલીસે 2 ઇસમોની અટકાયત કરી રૂ. 3.45 લાખથી વધુના શંકાસ્પદ અને બિન અધિકૃત કપાસના બિયારણ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/3743bd81c92937d7d0c495a9ae6f1b4680199fd9a3a239f03f9a03327fac3098.webp)