ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
કરોડો રૂપિયાનિ રોયલ્ટી વગરની રેતી ઝડપાય
રેતી ભરેલ 8 ટ્રક કરવામાં આવી જપ્ત
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાની રોયલ્ટી વગરની રેતી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલે ખાણ અને ખનીજ વિભાગે આગળની તપાસ શરૂ કરી છે
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગઈકાલે ચિત્ર વિસ્તારમાં મહાનગરપાલિકાનો સ્ટાફ ગેરકાયદેસર દબાણ અને સફાઈના કામમાં હતો તે સમયે રોડ પર ટ્રાફિકની સમસ્યા કરતા 20 થી વધારે વાહનોને લોક મારેલા હતા જેમાં સાત ટ્રકમાં રેતી ખનીજ ભરેલ હોવાથી ખાણખનિજ વિભાગને સોંપવામાં આવી હતી જ્યાં તપાસ દરમિયાન તમામ ટ્રકોને ડી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી ખાણખનિજ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠમી ટ્રક પણ ખાણખનીજ વિભાગે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે