Connect Gujarat
ગુજરાત

ભાવનગર: જિલ્લામાં પવન,વરસાદ સાથે વધી રહ્યો છે દરિયામાં કરંટ ,વાવાઝોડાની અસરના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

X

ભાવનગર જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ

દરિયામાં કરંટ જોવા મળ્યો

વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

ભાવનગર જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસવાનુ શરૂ થઈ ગયું છે તો સાથે જ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે

ગુજરાતના દરિયા કિનારે બીપોરજોયની વધુ અસરો જોવા મળશે ત્યારે તે અગાઉની અસરો હાલ ભાવનગરના દરિયાકાંઠે જોવા મળી રહી છે.આજે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.ક્યારેક ધોધમાર તો ક્યારેક સામાન્ય વરસાદ પડી રહ્યો છે.હાલ ઘોઘા અને અલંગના દરિયા કાંઠે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજાઓ ઉછળી રહ્યા છે. હાલ રો રો ફેરી સર્વિસ જે આગામી 15 તારીખ સુધી બંધ રહેશે.જ્યારે 15 તારીખ બાદ વાતાવરણ અનુસાર શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.હાલ ભારે પવનના કારણે ઘોઘા રો રો ફેરી નું પોન્ટુન પણ હિલોળા લઈ રહ્યું છે.જ્યારે દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી જાહેરનામાનો સંપૂર્ણ અમલ કરાવી રહી છે.

Next Story