Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શીપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે વિવિધ પ્રોજેક્ટની લીધી મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા

કેન્દ્રિય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ એક દિવસનાં ભાવનગર જિલ્લાનાં પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિવિધ પ્રોજેકટની મુલાકાત લીધી હતી

X

કેન્દ્રિય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ એક દિવસનાં ભાવનગર જિલ્લાનાં પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિવિધ પ્રોજેકટની મુલાકાત લીધી હતી

ભારત સરકારનાં શીપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ એક દિવસનાં ભાવનગર જિલ્લાનાં પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં સૌ પ્રથમ તેમણે નવાગામ સ્થિત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેઓ ઘોઘા ખાતે રો-રોપેક્ષ ફેરી સર્વિસની મુલાકાતે પહોંચ્યા હતા. તેમજ એશિયાનાં સૌથી મોટા શિપયાર્ડ એવા અલંગ ની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે કહ્યું કે વડાપ્રધાનનાં આત્મનિર્ભર ભારત અને મેઈક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ હવે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. જ્યારે આવનારા સમયમાં ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.કેન્દ્રીય શીપીંગ મંત્રી ઘોઘા ટર્મિનલ ખાતે ઘોઘા-હજીરા રો-રોપેક્ષ ફેરી સર્વિસની મુલાકાતે પણ પહોચ્યા હતા. જ્યાં તેમણે તાજેતરમાં શરુ થયેલા નવા વોયેજ એક્સપ્રેસ શીપની મુલાકાત લીધી હતી અને તેની નવી સુવિધાઓ થી માહિતગાર થયા હતા.

Next Story