ભાવનગર:ડાયમંડ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ચાર મહિલા સહિત છ શખ્સોની ધડપકડ

ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર મહિલા તથા બે પુરુષ બુટલેગરની ધડપકડ

New Update
ભાવનગર:ડાયમંડ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ચાર મહિલા સહિત છ શખ્સોની ધડપકડ

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન ડાઈમંડ ચોકથી આડોડીયાવાસ તરફ જવાના રોડપરથી એક કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર મહિલા તથા બે પુરુષ બુટલેગરની ધડપકડ કરી હતી ભાવનગર ક્રાઈમબ્રાન્ચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે ડાયમંડ ચોકથી આવી રહેલી કારમાં પરપ્રાંતિય શરાબનો જથ્થો લઈ મહિલાઓ અને પુરુષો આડોડીયાવાસ તરફ જવાના છે..

જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાં સવાર સ્ત્રી-પુરૂષોના નામ-સરનામા સાથે કારની તલાશી હાથ ધરી હતી. પોલીસે ચાર મહિલા બે પુરુષો મળી કુલ છ વ્યક્તિઓની પ્રોહિબિશન એકટ હેઠળ ધડપકડ કરી કાર, દારૂ મળી કુલ રૂ.4,33,510 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે