Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગેર’કાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં તબીબ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી..!

એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી. જેમાં ક્લિનિક ખાતેથી એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યા હતા

X

ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

કાળાનાળા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો મામલો

ગર્ભ પરીક્ષણ કરતા તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

સોનોગ્રાફી મશીન સહિતનો સમાન સીલ કરવામાં આવ્યો

અગાઉ ગર્ભ પરીક્ષણ કરતા તબીબની કરાય હતી ધરપકડ

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે શહેરના કાળાનાળા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરોડો રૂપિયા ખર્ચે ભ્રુણ હત્યા તેમજ બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતમાં સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ પૈસાના લાલચુ કેટલાક તબીબો હજુ પણ અધિકારીઓની આંખમાં ધૂળ જોકીને પૈસા માટે લિંગ પરીક્ષણનો ધંધો ખુલ્લે આમ બેખોફ ચલાવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી.

કાળાનાળા વિસ્તારમાં આવેલ એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી. જેમાં ક્લિનિક ખાતેથી એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યા હતા, તેમજ તપાસ દરમિયાન પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ મળી આવ્યું હતું. આ સાથે જ આરોગ્ય વિભાગને સોનોગ્રાફી મશીન પર સોનોગ્રાફીક જેલનું પ્રમાણ મળી આવતા, આ મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ થયાનું જણાતા સોનોગ્રાફી મશીન સીલ કરી તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ જ ક્લિનિકમાં વર્ષ 2014 અને 2016માં પણ ગર્ભ પરીક્ષણ કરતા તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો.

Next Story