Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ડમી ઉમેદવાર કાંડના આરોપીઓ પોલીસ ગિરફતમાં, ધડપકડ કરી કરાયા સસ્પેન્ડ

X

પોલીસને મળી મોટી સફળતા

ડમી ઉમેદવાર કાંડના મુખ્ય આરોપીને કરાયા સસ્પેન્ડ

આરોપીઓ શૈક્ષણિક વ્યવસાય સાથે સંકળાયેલા

ભાવનગર જિલ્લામાં ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર આરોપી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પોલીસ દ્વારા ધડપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં ઝડપાયેલું રાજ્યવ્યાપી ડમી પરિક્ષાર્થી કૌભાંડમાં ભાવનગર એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ દ્વારા ઘણા સમય થી ગુપ્ત રીતે તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર કૌભાંડના માસ્ટર માઈન્ડ અને 36 જેટલા આરોપીઓ વિરુધ્ધ ઇન્ચાર્જ પી.આઈ ભાવેશ શિંગરખીયા દ્વારા ભરતનગર પોલીસ મથકમાં એફ.આઈ. આર દાખલ કરવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી શરદ લાભશંકર પનોત, દિહોરવાળો, પ્રકાશકુમાર ઉર્ફે પી કે કરશન દવે, પીપરલાવાળો, બળદેવ રમેશ રાઠોડ, તળાજાવાળો તેમજ ડમી ઉમેદવાર પ્રદીપ બારૈયા ને ઝડપી પડ્યા હતા. આ આરોપીમાં મુખ્ય આરોપી શરદ પનોત અને પ્રકાશ દવે બન્ને શૈક્ષણિક વ્યવસાય સાથે સંકળાયેલા હતા જેમાં શરદ પનોત સરતાનપર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે અને પ્રકાશ ઉર્ફે પી.કે.દવે કે જેઓ BRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતો હતો. જેને જિલ્લા શિક્ષણ અધિકારી કિશોર મૈયાણીએ ફરજ મુક્ત કર્યા છે. પ્રકાશ દવે ઉર્ફે PK કે જેઓ BRC કોઓર્ડિનેશન તરીકે ફરજ બજાવે છે તેમનું પહેલા ડેપ્યુટેશન રદ્દ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.

Next Story