Connect Gujarat
ગુજરાત

ભાવનગર : એનેમીયા મુક્ત ભારત અંતર્ગત આરોગ્ય સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાય...

એનેમીયા મુક્ત ભારત અંતર્ગત ભાવનગર જિલ્લામાં આરોગ્ય સમિતિ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર : એનેમીયા મુક્ત ભારત અંતર્ગત આરોગ્ય સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાય...
X

એનેમીયા મુક્ત ભારત અંતર્ગત ભાવનગર જિલ્લામાં આરોગ્ય સમિતિ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરની હોટલ સરોવર પોર્ટિકો ખાતે જિલ્લા કક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ચંદ્રમણિ કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર, આર.સી.એચ.ઓ. ભાવનગર ડો. કોકિલા સોલંકી, ડો. સુનિલ સોન્થાલીયા સ્ટેટ મિલ લીડ ગાંધીનગર પ્રોજેક્ટ વૃદ્ધિ, પી.ઓ, આઈ.સી.ડી.એસ. ભાવનગર શારદા દેસાઈ તથા જિલ્લા શિક્ષણ અધિકારી રામજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરઓ, સી.ડી.પી.ઓ. અને પ્રોજેક્ટ વૃદ્ધિ કેર ઇન્ડિયાના બ્લોક કોઓર્ડીનેટરઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આર.સી.એચ.ઓ. ભાવનગર ડો. કોકિલા સોલંકી તથા ડો. હરપાલસિંહ ગોહિલ, સિનિયર મેડિકલ ઓફિસર, ડી.ટી.ટી., અને પ્રોજેક્ટ વૃદ્ધિના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મુકુંદ રામાવત તથા કેપેસીટી બિલ્ડીંગ ઓફિસર શાંતિલાલ પરમાર દ્વારા એનેમીયા પર વિવિધ વિષયો જેવા કે, એનેમીયાની ઓળખ, ડિયાગ્નોસિસ અને ટેસ્ટિંગ, પ્રોફાઇલેક્સિસ, ટ્રીટમેન્ટ, સામાજિક અને બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન વગેરે વિષયોને આવરી લઈ વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.

Next Story