ભાવનગર ખાતે યોજાય રહેલા 'વાયબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો'ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયા પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગ જગતના લોકો સાથે વાતચીત કરી હતી
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો'ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા પહોંચ્યા હતા.આ એક્સ્પો હેઠળ વિવિધ ઉધોગપતિઓ એક જ સ્થળ પર એકત્રિત થઈ વર્ષ 2030 સુધીમાં ભાવનગરના ઉજ્જવળ ઔધોગિક ભવિષ્યનું ચિંતન કરી રહ્યા છે.જેમાં સ્થાનિક યુવક યુવતીઓને પણ અહી જ નોકરી - રોજગાર મળી રહે તેવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉપસ્થિત કેન્દ્રીયમંત્રીનું ઉષ્માભેર સ્વાગત બાદ મંત્રીએ કહ્યું કે ભાવનગરમાં સૌપ્રથમ વખત શરૂ થયેલો આ કાર્યક્રમ એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાગોહિલ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.